રહ્યો છે ચાલતો જ્યાં તું વિશુદ્ધતાની વાટે, તણાયો ના તું લોભ-લાલચે
તું શાને ગભરાય, તું શાને ગભરાય
હિંમત ભરી છે જ્યાં તારા હૈયે, પ્રભુ તો છે જ્યાં તારી સાથે ને સાથે રે - તું...
નયનોએ સ્વીકારી છે જ્યાં નિર્મળતાને, સ્વીકારી છે હૈયે તો જ્યાં ભક્તિને રે - તું...
મન વળગ્યું જ્યાં સ્થિરતાને, વૃત્તિએ ત્યજી જ્યાં બધી ચંચળતાને રે - તું...
રહ્યું છે નાહી હૈયું તો પ્રેમધારાએ, રહ્યું છે હૈયું તો પ્રભુ ભાવે રે - તું...
હૈયામાં વાસ કર્યો જ્યાં વિશ્વાસે, ત્યજી દીધું જ્યાં બધી આળસને રે - તું...
પ્રકાશી રહ્યું છે હૈયું જ્યાં પ્રભુપ્રકાશે, દૃષ્ટિ દૃષ્ટિએ પ્રભુમૂર્તિ જ્યાં ઊપસે રે - તું...
જ્યાં સરળતા તો છે હૈયે, કૂડકપટ તો જ્યાં નજદીક ના ફરકે રે - તું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)