એમાં કહેવા જેવું શું હતું, થવાનું હતું એ તો થયું
તાવડી ઉપર જ્યાં માખણ મૂક્યું, પીગળવાનું હતું એ તો પીગળ્યું
નખરા વિનાની બાજી નકામી, જીવનમાં નખરાથી એ જીતાઈ ગઈ
વહેણનું વહેણ જ્યાં વહેતું હતું, પડયા જે એમાં એ તણાઈ ગયા
સૂરજ ઊગ્યો ને અંધારું ગયું, અચરજ પામવા જેવું એમાં શું હતું
લાખો જીવ તો જીવન જીવી ગયા, જીવન એકનું જ એમાં યાદ રાખવા જેવું હતું
ચાલ્યું ના જીવનમાં જ્યાં મારું, પ્રભુને હૈયેથી પોકાર્યું, દોડી આવ્યા ત્યાં પ્રભુ
લખવા ચાહ્યું જીવન સહુએ પોતાનું ઊંચું, લખી ના શક્યા એને ઊંચું
રાખવું હતું જીવન સહુએ તાણ વિનાનું, અનેક તાણોમાં જીવન તણાતું રહ્યું
ચાહ્યું પ્રભુ તને ભાવોમાં ખેંચવા, માયાનું ખેંચાણ મને ખેંચી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)