ધર્યાં માડી તેં તો હજારો નામ, એક નામ અનામત મારા માટે તો તું રાખજે
હજારો નામોનું તો મારે છે શું કામ, એક નામ અનામત મારા માટે તો તું રાખજે
કરી નાશ દૈત્યોનો, કર્યા અમર તો એને, જોડી એની સાથે તો તારું નામ - એક..
નામે-નામે તો અપાવે, પરાક્રમોની યાદ, એક નામ અનામત મારા માટે તો તું રાખજે - એક...
ગુણે-ગુણે તો ધર્યાં અનેક તેં નામ, દીધી સાથે સદાય અમને એની તો યાદ - એક...
ધામે-ધામે તો ધર્યાં નોખનોખાં નામ, એક નામ અનામત મારા માટે તો તું રાખજે - એક...
છુપાયા છે નામેનામમાં, ગાયા તે ગુણો, એક નામ અનામત મારા માટે તો તું રાખજે - એક...
ધામે-ધામે તો છે તારો તો વાસ, મારા હૈયાને બનાવજે તારો તો નિવાસ - એક...
બની પુત્ર જોડી સાથે મા-બાપનું નામ, કર્યાં અમર તમે તો એમનાં રે નામ - એક...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)