છે હૈયું તો વિશાળ રે પ્રભુ, છે હૈયું તારું તો વિશાળ
છે જગ તારી તો પરસાળ રે પ્રભુ, છે એમાં તો સહુ તારા તો બાળ – છે હૈયું...
ધ્યાન દઈને શીખવે સહુને રે પ્રભુ, છે જગ તો તારી રે નિશાળ – છે હૈયું...
છે શક્તિશાળી તું તો પ્રભુ, છુપાયો એવો, જાણે છે તું તો શરમાળ – છે હૈયું...
જાગે ન ભાવ તારા, સમજે ના તને, થાય હાલ એના તો બેહાલ – છે હૈયું...
દે શિક્ષા ભલે અમને સહુને, છે તોય તું તો પ્રેમાળ – છે હૈયું...
અહં-અભિમાનમાં તો જગમાં, ચડે ન કોઈની દાળ – છે હૈયું...
રાખે અંકુશ જગ પર તું તો, રાખી સહુને માથે તો કાળ – છે હૈયું...
આપી માફી અપનાવે તો સહુને, છે તું તો બહુ દયાળ – છે હૈયું...
સંભળાય ના શબ્દો તો તારા, છે તોય તું તો વાચાળ – છે હૈયું...
પાપીઓને દંડ દેવા, બને ત્યારે તો તું વિકરાળ – છે હૈયું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)