નથી તારી પાસે તો જે, જે તારી પાસે તો હોવું જોઈએ
છે અંશ તો જ્યાં તું તો પ્રભુનો, ગોતતાં ખુમારી તારામાં તો ના જડે
છે અંશ તેજપુંજ પ્રભુનો તો તું, અંધકારે તો સદા અથડાતો રહે
છે પ્રભુ તો લાગણીથી ભરપૂર, રહે લાગણીથી પર એ તો
છે સમજદારી તારી પાસે તો કાચી, છે સમજદારીના પુંજનો અંશ તો તું
છે મંઝિલ તારી તો પ્રભુ, નથી મંઝિલ એની તો ક્યાંય બીજે
બનાવ્યા વહાલા તો તેં એને, બન્યો નથી વહાલો એનો હજી તો તું
રાખી આશા ખોટી ઠગાયા, નથી કાંઈ એ તો કોઈને ઠગતો
છે પૂર્ણ તો જ્યાં એ, છે અંશ જ્યાં સદાય એનો તો તું
છે જ્યાં એ તો શક્તિશાળી, અશક્તિની ફરિયાદ કરતાં ના તું અટકે
છે જ્યાં એ શાંત ને આનંદભર્યા, અભાવ એના તારામાં તો દેખાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)