થાવા મુક્ત કરે સહુ કોશિશ, એક ને એક બેડીમાં જકડાતા રહે છે
તોડે એક બેડી, કરે હાશકારો, બીજી બેડીમાં ત્યાં બંધાતા રહે છે
બેડીએ બેડીઓનાં બંધન લાગે પ્યારાં, બણગાં એનાં ફૂંકતા રહે છે
લાગી કોઈને પ્રેમની બેડી વહાલી, પ્રેમમાં એ ડૂબતા ને ડૂબતા રહે છે
ગમી કોઈને અભિમાનની બેડી, ના બેડી એ, જલદી તોડી શકે છે
સફળતાના નશાની બેડી છે સોનાની, ના જલદી કોઈ એ ત્યજી શકે છે
વેરની બેડી છે તો કાંટાળી, કરતી ઘા, બાંધતી ને બાંધતી રહે છે
શંકાની બેડી તો છે મતવાલી, ડૂબતી ને ડુબાડતી તો રહે છે
ઉપાધિની બેડી તો છે અણગમતી, ના કોઈ એને આવકારી શકે છે
ભાગ્યની બેડી સહુ કોઈ લઈ આવ્યું, સહુ કોઈ તોડવા એને તો ચાહે છે
કર્મની બેડી તો છે સહુ પાસે, તોડતા તો એને, મુક્તિ તો મળે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)