લાખ કોશિશે તો, ધરતી ને આકાશ તો ભેગાં ના થઈ શકે
લાગે જ્યાં થાતાં રે ભેગાં, આભાસ વિના ના બીજું હોઈ શકે
છે પ્રકૃતિ ને અસ્તિત્વ તો જુદાં, ના જ્યાં એ તો છોડી શકે
યત્નો કરતા તો થાકી જાશો, ના તેલ ને પાણી ભેગાં થઈ શકે
તર્ક ને ભક્તિને તો બન્યું નથી, ના એકસાથે તો એ રહી શકે
જ્યાં એક જાગે ત્યાં બીજું ભાગે, ના એકસાથે તો એ વસી શકે
દેવ ને અસુરો રહ્યા સંગ્રામ કરતા, ના સાથે એ તો રહી શકે
કર્યું મંથન ભલે સાથે રહીને, બંને એક છેડા સાથે ના પકડી શકે
ના પ્રકાશ ને અંધકાર, ભેગા તો સાથે ને સાથે રહી શકે
જ્યાં એક છે ત્યાં બીજું નથી, અનુભવ સહુનો એ તો કહી દેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)