આંસુઓ તો કહી શકી, વ્યથા બધી મારી તો હૈયાની
કરી ગઈ વ્યથા એ તો છતી, ના હૈયું તો જે સંઘરી શકી
આવી ગઈ યાદ જ્યાં હૈયામાં એની, વ્યથા આંસુથી વ્યક્ત થઈ ગઈ
ઢળતી હૈયાની તો વ્યથા, બની અશ્રુ આંખથી તો એ વહી ગઈ
સચવાઈ જ્યાં સુધી હૈયાએ સાચવી લીધી, બીજી તો વહાવી દીધી
વહી જે વ્યથા તો નયનોથી, જગત તો એને નીરખી શકી
વ્યથા શું જગસંબંધી કે પ્રભુપ્રેમની, રહી છે આ તો એની કહાની
ના ભેદ રહ્યા આમાં કાળા કે ગોરાના, સહુએ એકસરખી અનુભવી
નાના કે મોટા, ભાષા જગમાં તો, સહુની એકસરખી તો રહી
યુગોથી રહી છે ચાલતી ને ચાલતી, રહેશે એ તો ચાલતી ને ચાલતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)