દર્દ દીધું રે માડી તમે જાણી-જાણી, દવા દેજો હવે એની તો સાચી
નીરોગી મન, નીરોગી તન, શુદ્ધ ધનની દેજો અમને તો ચાવી
રહી છે બુદ્ધિ મારી તો ભરમાવી, રહી છે મને એ તો ભરમાવી
દીધું છે જ્યાં હૈયું તો મને, કરજો દૂર હવે એમાં તો ભાવોની ખામી
રખાવજો બુદ્ધિમાં સદા જાગૃતિ, ના દેજો માયામાં મને તો ડુબાડી
રહીએ રત અમે તારી યાદોમાં, દેજો યાદો તમારી, હૈયામાં અમારા સમાવી
જગાવ્યું છે જ્યાં દર્દ તો તમે, કરજો દવા હવે તમે તો એની
દર્દ છે જ્યાં તમારું, જોઈશે દવા તમારી, છે વિનંતી આ તો અમારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)