છે અને લાગ્યું જીવનમાં તો જે, અમને તો અમારું
રે પ્રભુ, છે એ બધું તો, તમારું ને તમારું
ગણ્યું ને લાગ્યું, જીવનમાં અમને તો જે અમારું
રે પ્રભુ, ના હાથમાં એને તો રાખી શકાયું
તણાયા ઇચ્છાઓ ને ઇચ્છાઓમાં, શું સાચું, શું ખોટું ના સમજાયું
રે પ્રભુ, છે હાથમાં તારા તો ભાગ્ય અમારું
પાત્રતા ને જરૂરિયાત સમજી, દીધું અમને તેં તો ઘણું
રે પ્રભુ, દેતા તો અમને, ના હૈયું તમારું તો સંકોચાયું
હરપળે-હરઘડીએ સાંનિધ્ય તારું, તેં તો અમને આપ્યું
રે પ્રભુ, એકલવાયું તોય અમને કેમ લાગ્યું, ના સમજાયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)