વાંકાચૂંકા રે રસ્તા, ક્યારેક એ, ક્યાંક ને ક્યાંક તો જરૂર એ મળવાના
સીધા ને સીધા રે રસ્તા આગળ વધતા, ક્યાંક ને ક્યાંક એ તો ફંટાવાના
હરેક રસ્તાના હોય છે રે છેડા, ત્યાં સુધી જ એ તો પહોંચાડવાના
રસ્તાના છેડા હશે જો એ તારા છેડા, જલદી તો ત્યાં તમે પહોંચવાના
હશે ના જો એ છેડા તારા, રસ્તા વારેઘડીએ પડશે ત્યાં બદલવાના
અંત વિનાના રસ્તા ના હશે અંત વિનાના છેડા, થકવ્યા વિના નથી એ રહેવાના
તૈયારી સાથે પડશે રે ચાલવું, જરૂર નહીંતર એમાં તો થાકવાના
મંઝિલે મંઝિલે પડશે રસ્તા જુદા, મંઝિલ વિના રસ્તા શા કામના
આવે જે જે તકલીફો રસ્તામાં, પડશે કરવા એના એમાં તો સામના
રહ્યું અંતર કેટલું બાકી, કાપ્યો રસ્તો કેટલો, એના ઉપર મંડાવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)