સીધા રસ્તે તો દોડી શકશે, સડસડાટ ગાડી તો તારી
વાંકા-ચૂંકા રસ્તે તો જોજે, દોડાવતો ના પૂરપાટ તારી તો ગાડી
રાખજે નજર ખાડા-ટેકરા પર, દેશે એ તો તને ઉથલાવી
હશે દૂર કે પાસે તારી મંઝિલ, આંધળી ઉતાવળ ત્યાં શા કામની
રાખજે સાથે કરીને ભેગી, જરૂરિયાતોની બધી રે તૈયારી
હાલત તારી ને ગાડીની, રાખજે સારી, છે તારી ને તારી મુસાફરી
પડશે લેવા વિસામા તો વચ્ચે, લઈ એને મેળવજે તાજગી
રાખજે સદા સાથે ને સાથે તો તારી, મુસાફરીની જાણકારી
ઊંચો-નીચો વચ્ચે ના થઈ જાતો, નથી જાણતો જ્યાં, છે કેટલી લાંબી
હૈયે આશા, સદા ભરી તો રાખજે, મંઝિલે તો પહોંચવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)