ઓળખ્યા જગમાં તો અનેકને રે, ઓળખ્યો ના જો એ એકને રે
ઓળખ્યા અનેકને, તોય એ શા કામના
કર્યા રાજી જગમાં ભલે અનેકને રે, થયો ના રાજી જો એ એક રે
થયા રાજી ભલે તો અનેક, તોય એ શા કામના
જોયા તો જગમાં અનેકને રે, ના જોયો જો એ એકને રે
જોયા ભલે અનેકને, તોય એ શા કામના
મેળવ્યા પત્તા તો જગમાં અનેકના રે, મળ્યો ના પત્તો જો એ એકનો રે
મળ્યા પત્તા અનેકના, તોય એ શા કામના
સમજ્યા ભલે જગમાં તો અનેકને રે, સમજ્યા ના જો એ એકને રે
સમજ્યા અનેકને, તોય એ શા કામના
મેળવ્યા સાથ તો અનેકના રે, મળ્યો ના સાથ જો એકનો રે
મળ્યા સાથ અનેકના, તોય એ શા કામના
જાગ્યા ભાવ અનેકને માટે જગમાં રે, જાગ્યો ના ભાવ જો એક માટે રે
જાગ્યા ભાવ અનેકના, તો એ શા કામના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)