રહ્યા છે પડતા તો અમને રે માડી, તારી માયાના તો માર
છે એ તો તારી, છીએ અમે તો તારા, ઉતાર હવે માયાનો ભાર
કદી લાગી એ તો મીઠી, દઈ ગઈ કદી એ તો વેદના અપાર
જાણવા છતાં એને, પડતા રહ્યા એમાં, અમે તો વારંવાર
અદૃશ્ય છતાં છે એ શક્તિશાળી, ના આવવા દે એનો અણસાર
રહી છે તું જોઈ તો અમને, લાવજે તારા હૈયે, દયા તો લગાર
રહીએ મુક્ત તારી માયામાંથી, હવે માડી અમને તો ઉગાર
અકળાયા છીએ અમે ઘણા રે માડી, લગાડ ના હવે તો વાર
આવ્યા છીએ તરવા ભવસાગર હવે, અમને તો તું તાર ને તાર
છે વિનંતી આખર ને એક જ રે માડી, ભવસાગર પાર તું ઉતાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)