થયો હોય જો રોગ તો તને, ખાશે દવા અન્ય જો એની, ના એમ એ તો ચાલે
લાગી હોય જો ભૂખ તો તને, ખાશે અન્ન જ્યાં અન્ય રે, તારું એમાં શું વળે
છે પહોંચવું તો જ્યાં તારે, પહોંચશે ત્યાં જો બીજું, તારું એમાં તો શું વળશે
જોઈએ છે જ્ઞાન તો જ્યાં તારે, વાંચશે બીજા એના કાજે, એથી તને શું એ મળી જાશે
લાગી છે તરસ જ્યાં તો તને, પીશે જળ તારા બદલે બીજા, ના પ્યાસ એથી તારી બૂઝશે
છે જરૂર શાંતિની તો તારા હૈયે, હશે શાંતિ બીજે હૈયે, ના શાંતિ તને એથી મળશે
જોઈએ છે મુક્તિ તો જ્યાં તારે, જોઈ અન્યને મુક્ત, ના કાંઈ મુક્તિ એની તને મળશે
ચાલવું છે તો જ્યાં તારે તારા પગે, સહારો અન્યનો તો ત્યાં નહિ ચાલે
ખોવાઈ છે ચીજ તો તારી રે જ્યાં, ગોતીશ જો તું બીજે, એથી ના કાંઈ એ તો મળશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)