કરી કોશિશો જીવનમાં તો ઘણી, કરવા અન્યને તો રાજી
કરી હોત કોશિશો એટલી, કરવા પ્રભુને રાજી, સુધરી જાત તારી બાજી
થઈ દેશે રાજી અન્ય તો શું રે જગમાં, કાં પૈસા, કાં મીઠા શબ્દોની તો લહાણી
થાય પ્રભુ તો જ્યાં રાજી, દેશે તારા જનમ-જનમના ફેરા તો ટાળી
થાશે અન્ય જો રાજી, ના શકે ટાળી એ બધી તારી તો ઉપાધિ
થઈ જાય પ્રભુ તો જ્યાં રાજી, ઉપાધિ સર્વે જીવનની તો જાય ભાગી
ના એક એ તો થઈ શકે જગમાં, થાય ભલે અન્ય તો રાજી
થઈ જાય પ્રભુ તો જ્યાં રાજી, દે એક એની સાથે તો બનાવી
થાય અન્ય ભલે રાજી, કદી-કદી દે એની એ તો યાદ અપાવી
થાય પ્રભુ તો જ્યાં રાજી, દે જીવનમાં શક્તિ એ તો વધારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)