જીવનમાં તો કંઈક તમ, તમના, તમતમાટ અનુભવાય છે
જીવનમાં પ્રિયતમના તમતમાટ તો પ્રિય લાગે છે
જીવનમાં ના કોઈને સિતમના તમતમાટ પ્રભુ તો આપે
જીવનમાં ઉત્તમના તમતમાટ તો સહુ કોઈ તો ચાહે
જીવનમાં ન્યૂનતમની ઇચ્છા તો ના કોઈ રાખે
જીવનમાં ના કોઈ એવું મળે, જે સર્વોત્તમ તો ના ચાહે
જીવન મળ્યું છે જ્યાં જગમાં, નરોત્તમ તો સદા બનજે
મહત્તમની મહેચ્છામાંથી, જગમાં ના કોઈ તો બાકાત છે
જીવનમાં સર્વોત્તમ તો જ્યાં આ મળે, ગ્રહણ એને કરી લેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)