|
View Original |
|
દોડી-દોડી મન, એ તો દોડતું રહે સદાય
દોડાવી-દોડાવી સહુને, એ તો થકવતું જાય
ક્યારે ક્યાં ને ક્યાં પહોંચી જાય, ના એ તો કહેવાય
રાખ્યું ના જો એને કાબૂમાં, તો ના એને પહોંચાય
રચી લોભામણી સૃષ્ટિ એની, ઘસડી એમાં જાય
નીકળવું બહાર એમાંથી, મુશ્કેલ બનાવી એ જાય
બન્યું જ્યાં દાસ તારું, ધાર્યું એની પાસે કરાવાય
મેળવી દે એ બધું, દર્શન પ્રભુનાં પણ કરાવી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)