તારા દર્શનની આશામાં રે પ્રભુ, અમને તો જીવવા દે
કરતો ના નિરાશ આ આશામાં, આશા એ તો ફળવા દે
કરીએ જ્યાં થોડા ભી યત્નો, યત્નો તો ના તૂટવા દે
કાં સમજાવજે તું અમને, કાં અનુભવે અમને સમજવા દે
છે શક્તિશાળી તું રે પ્રભુ, તારી શક્તિનું પાન તો કરવા દે
તારા સ્મરણમાં નિત્ય રહી, અવગુણોને તો ધોવા દે
માયાને તો હૈયેથી હટાવી, તારા ધ્યાનમાં નિત્ય રહેવા દે
સમય વીતતો રહ્યો છે રે પ્રભુ, સમયને તો સમજવા દે
પડશે મળવું જ્યાં તો તને, વહેલું હવે એને તો કરવા દે
આ આશામાં તો, વિશ્વાસે-વિશ્વાસે, જીવન અમારું ઘડવા દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)