મન તો સદા ને સદા ફેરવતું રહ્યું, લાગણી તો સદા તાણતી રહી
સમજાતું નથી મને, મારે કેમ છૂટવું, કે કેમ બચવું
લાલચ મને તો ખેંચતી રહી, લોભ સદા તો ડુબાડતો રહ્યો
વેર હૈયે સદા જાગતું રહ્યું, શંકાઓ તો દિલમાં જાગતી રહી
ઈર્ષ્યાઓ તો જોર કરતી રહી, અભિમાન સ્થાન હૈયે જમાવતું રહ્યું
અહં મારો મને ડુબાડતો રહ્યો, અજ્ઞાન મને તો ભુલાવતું રહ્યું
વાસનાઓ તો ખેંચતી રહી, ઇચ્છાઓ મને તો નચાવતી રહી
અસંતોષ અજંપો રખાવતો રહ્યો, સ્વાર્થ સદા ઘસડતો રહ્યો
ક્રોધ તો ભાન ભુલાવતો રહ્યો, આળસ સદા રોકતી રહી
વિકારોમાં સદા રાચતો રહ્યો, જનમ-જનમના ફેરા ઊભા કરતો રહ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)