રચતો રહ્યો છે, જ્યાં તું તારી ઇચ્છાઓ ને વિચારોની જાળ
જોજે, ત્યારે તો તું, તારો ને તારો પગ એમાં ના ફસાઈ જાય
કરશે નુકસાન અન્યને પછી, જોજે તને ના નુકસાન એ તો કરી જાય
કરતો રહ્યો છે, જ્યાં મજબૂત તું એને, જોજે તોડવી તારે, મુશ્કેલ ના બની જાય
બાંધશે જાળ જ્યાં એ અન્યને, જોજે એમાં તું ના બંધાતો જાય
બનવું છે ને થાવું છે મુક્ત તારે, શાને ને શાને જાળ તું ગૂંથતો જાય
અન્ય તો જાશે છૂટી એમાંથી જલદી, જોજે ના એમાં તો તું અટવાઈ જાય
છે જાળ, નથી તોડી શક્યો એને, શાને નવી ને નવી તો રચતો જાય
લાગ્યા છે જન્મો, તૂટી નથી હજી, હવે શાને વધારો એમાં કરતો જાય
બંધાયો છે જ્યાં તું, પડશે તોડવી તારે, હિત છે તારું જલદી છૂટી જવાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)