સમર્થ હો યા સ્વામી, શોભી ના ઊઠશે એ જીવનમાં, હશે એ ત્યાગ વિનાની
ત્યાગી હો યા સંસારી, ત્યાગ વિના જીવનમાં રે એ તો, નોતરશે ઉપાધિ
લોભ હો યા લાલચની રે સરવાણી, પડશે જીવનમાં સદા એને તો ત્યાગવી
ત્યાગવામાં જીવનમાં ઘણું ઘણું અનુભવજો, ના જીવનમાં એમાં કોઈ લાચારી
ત્યાગીના આશીર્વચનોને રે જગમાં, પ્રભુ પણ દઈ નથી શકતા એને ત્યાગી
બીન જરૂરી ચીજોને છોડી જીવનમાં જેણે, સમજી લેજો ના એને ત્યાગી
વેરાગ્ય વગર શોભે ના ત્યાગ, ત્યાગ વિના શોભે રે જીવનમાં વેરાગ્ય
પ્રેમ દે છે જીવનમાં તો, પ્રભુને જ્યાં બાંધી, દેજો ના પ્રેમને જીવનમાં ત્યાગી
ત્યાગવાના છે રે દુર્ગુણો રે જીવનમાં, ત્યાગીને એને દેજો જીવનને શોભાવી
અહં અભિમાનને જીવનમાં રે, દેવું પડશે જગમાં તો પ્રથમ તો ત્યાગી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)