ના કરવાનું હું તો કરતો રહ્યો, વિકારોમાં તો જ્યાં તણાતો રહ્યો
સમજવાનું તો ના સમજી શક્યો, માયામાં તો જ્યાં અટવાઈ ગયો
પ્રગતિની રાહ તો ચૂકી ગયો, જ્યાં પાપની રાહે હું તો ચડી ગયો
શાંતિ હું તો ખોતો ગયો, જ્યાં અસંતોષનો ભોગ તો હું બની ગયો
સારાસારનું ભાન હું તો ભૂલી ગયો, જ્યાં ક્રોધનો શિકાર બની ગયો
ઢસડાયો હું તો ઊંડી ખીણમાં, જ્યાં લોભમાં હું તો ફસાઈ ગયો
ઊંડે-ઊંડે હું તો ખૂંપતો ગયો, જ્યાં વાસનાનો માર સહન કરતો ગયો
શંકા-કુશંકામાં જ્યાં ઘેરાઈ ગયો, અસ્થિર હું તો બનતો ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)