દુઃખના દિન આવે જ્યાં બાર, સુખના દિન આવે ત્યાં ચાર
જગમાં તો સહુ કોઈ જાણે, રાત હોય જ્યાં મોટી, દિન હોય ત્યાં નાના
અધવચ્ચે ધીરજ તું ના ખોતો, હિંમતે જોજે ના તું તૂટી પડતો (2)
પુરજોશથી ફૂંકાતા તો વાયરા, જાશે ખેંચી વાદળ તો એ વરસાદનાં
આંખ સામે પસાર એ થઈ જાશે, વરસાદનું ટીપું ભી નહીં વરસે - અધવચ્ચે...
તરશે સુકાતું હશે ગયું તો જ્યાં, મૃગજળ પાછળ તું દોડતો ના
દોડી-દોડી તું તો થાકી જાશે, તરસ તોય તારી તો મીટશે ના - અધવચ્ચે...
મંઝિલે પહોંચવા જ્યાં તું નીકળ્યો, પહોંચ્યા વિના તું અટકતો ના
મંઝિલો દેખાશે ભલે બીજી ઘણી, મંઝિલ તારી તું ભૂલતો ના - અધવચ્ચે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)