રમવું જગમાં સહુને ગમે છે, રમાડવું જગમાં સહુને ગમે છે
કોઈના હાથમાં રમી જવું, જગમાં ના તો કોઈને ગમે છે
રમતાં ને રમતાં રહ્યા છે સહુ જગમાં, કર્મમાં સહુ કોઈ રમતા રહ્યા છે
જગમાં તો સહુ કોઈ, વિધાતાના હાથમાં તો રમી રહ્યા છે
ના કોઈ જગમાં છે બાતલ, જગમાં સહુ વૃત્તિના હાથમાં રમી રહ્યા છે
આશાના નાચમાં જીવનભર, જગમાં તો સહુ રમી રહ્યા છે
પુણ્યમાં રમવું સહુને ગમે, તોય પાપમાં સહુ તો રમી રહ્યા છે
સહુને ધન-દોલતમાં રમવું ગમે, કોઈ વેરાગ્યમાં તો રમી રહ્યા છે
કોઈ વિકારોમાં તો રમી રહ્યા, તો કોઈ પ્રેમમાં તો રમી રહ્યા છે
છે આ તો જીવનનું સત્ય, કે સહુ તો પ્રભુના હાથમાં રમી રહ્યા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)