છે, છે, છે, તારી પાસે તો બધું છે, બૂમ તોય શાને પાડે છે
છે, જડ પર રાજ તો ચેતનનું, ચેતન તો તારામાં ભર્યું-ભર્યું છે
તન માનવતણું તને તો મળ્યું છે, મન-બુદ્ધિ તો પાસે છે
વીત્યું એ તો ભલે ગયું વીત્યું, બાકી આયુષ્ય તારી પાસે છે
જાણવા જગને ને મહાલવા જગને, તારી પાસે તો શક્તિ ભરી છે
બનાવવા અન્યને પોતાના, તારી પાસે ભાવો તો ભર્યા-ભર્યા છે
અશક્યને શક્ય બનાવવા, તારી પાસે શ્રદ્ધાનું બળ તો પૂરું છે
જગને નીરખવા નજર તો છે, ખુદને જોવા દૃષ્ટિ તને મળી છે
જરૂર પડે, આશા ને ધીરજનું બળ, તારામાં તો પડ્યું છે
છે સંતાન તું તો પ્રભુનું, પીઠબળ પ્રભુનું તો ઊભું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)