છે ઇચ્છા જગમાં સહુની આગળ વધવાની, છે રાહ સહુની તો જુદી-જુદી
કોઈ એક માર્ગે આગળ વધશે, કોઈ બીજા માર્ગે, છે રાહ તો પોતપોતાની
માર્ગ બદલતો રહે, એ મૂંઝાતો રહે, છે રાહ એ તો મૂંઝાવાની
નિર્ણય સમજીને લેજે, જોજે, જરૂર ના પડે, વારેઘડીએ બદલવાની
આયુષ્ય વહી જાશે નિર્ણય લેતાં એને, મળશે સમય ક્યારે કામ કરવાનો
સાચો નિર્ણય મંઝિલ લાવશે પાસે, છે જરૂર તો સાચું જાણવાની
નિર્ણય વિના, ખબર ના પડશે દિશાની તો ક્યાં પહોંચવાની
દિશા વિના વધતા જાશું આગળ, ખબર ક્યાં પહોંચ્યા ના એ પડવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)