કહી દે, કહી દે, રે કહી દે, કહેવાનું છે જે, હૈયું ખોલીને પ્રભુને આજ કહી દે
જીવનમાં શુ-શું કર્યું ને શું ના કર્યું, હૈયું ખોલીને બધું આજ એને તું કહી દે
રાહ જોતો ના, હિસાબ માગે એની, માગે એની પહેલાં, બધું એને તું કહી દે
ખાધા ને તોડ્યા સોગંદ જીવનમાં તેં કેટલી વાર, બધું એને આજ તું કહી દે
ઉઠાવી શંકા, પ્રભુમાં, જીવનમાં તેં કેટલી વાર, બધું આજ એને તો તું કહી દે
છેતર્યા જીવનમાં કોને ને તેં કેટલી વાર, બધું આજ તો એને તો તું કહી દે
તન-મન-ધનથી, માર્યા તેં કોને ને કેટલી વાર, આજ બધું એને તો તું કહી દે
નાખ્યા તેં પથ્થરા, અન્યના સુખમાં તેં કેટલી વાર, આજ બધું એને તું કહી દે
કર્યા જીવનમાં કેવા ને કેટલા ખોટા વિચાર, આજ બધું એને તો તું કહી દે
રાખ ના બાકી કાંઈ તારા હૈયામાં, હૈયું ખોલીને આજ બધું એને તો તું કહી દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)