અરે ઓ, અંબા માવડી રે, અંબા માવડી રે
તારી નોરતાંની રાત આવી રે
એક નહિ, બે નહિ, નવ-નવ રાત તારી તો આવી રે
ચોરે ને ચૌટે થાય એની તૈયારી, કરે ગુણગાન તો સહુ નરનારી રે
મસ્ત બને ગુણ ગાતા તમારા, ભૂલીને ભાન સહુ એના રે
ઊછળે હૈયાં સહુનાં આનંદે-આનંદે, ગરબે ઘૂમે સહુ મસ્ત બનીને રે
ભુલાયું જાય ત્યાં ભાન રે, બને તારામાં જ્યાં ગુલતાન રે
વીત્યો સમય ના સમજાય રે, આનંદે-આનંદે સહુ નહાય રે
ના ઉજાગરો ત્યાં દેખાય રે, દર્શનની ઉત્સુકતા વરતાય રે
નોરતાં ઉમંગે જે કરતા જાય રે, શક્તિતણું ભાથું ભરતા જાય રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)