માયામાં, જગમાં તો ભલભલા રે, એમાં તો ભૂલ ખાઈ ગયા છે
રહ્યાં છે ચહેરા ને મહોરાં એનાં તો બદલાતાં ને બદલાતાં રે - ભલભલા...
ના ચિત્તમાં ને મનમાં, આવી ઓચિંતી ઊભું એ તો સામે રે - ભલભલા...
ઓળખવામાં તો એને રે, ભલભલા તો ગૂંચવાઈ ગયા છે - ભલભલા...
હર તરકીબો સમજવા એને તો ગોતી, ગોથાં એમાં તોય ખાઈ રહ્યા છે - ભલભલા...
પ્રભુની છે રે માયા, પ્રભુની પાસે પહોંચવામાં, નડતર કરતી રહી છે - ભલભલા...
ના દેખાતી, ના સમજાતી, જગમાં સહુને બાંધતી એ તો આવી છે - ભલભલા...
લાગે જ્યાં એ છૂટી, ત્યાં નવી રીતે બાંધતી આવે છે - ભલભલા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)