રહ્યો છું રાહ તો જોતો, ના આવ્યા પ્રભુ તો દ્વારે મારે
થઈ હશે ભૂલો શું મારી, કે ગયા હશે ભૂલી, પત્તો તો મારો
નથી પત્તો એનો તો પાસે મારી, રહ્યો છું તોય શોધતો ને શોધતો
અજ્ઞાન આશાના તો સહારે, રહ્યો છું રાહ તો જોતો ને જોતો
પ્રબળ આશા તો છે હૈયે, પડશે આવવું એને તો મારા દ્વારે
રહ્યો છું રાહ જોઈ એના આગમનની, ભલે આવે એ આજે કે કાલે
શકીશ શું એને તો સત્કારી, ચડ્યો હશે ભાવ જ્યાં એકતાનો હૈયે
વિતાવી શકીશ કેમ એના વિના, સમય હવે તો મારો
રહેશે વધતા ને વધતા જ્યાં ભાવો, આવ્યા વિના થાય ના છુટકારો
આ જીવનને તો હવે બનાવવો છે અંતિમ મોકો તો મારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)