માનવ તો છે મિશ્રણ એવું, રહ્યું છે ખુદ મૂંઝાતું ને મૂંઝવતું
કદી સદ્દગુણો આવે ઉપર, ક દી કુકર્મોમાં જાય એ તો દોડ્યું
ક્ષણમાં વેરઝેરમાં રાચે, ક્ષણમાં પ્રેમમાં જાય એ ડૂબ્યું
કદી નમ્રતામાં જાય એ ડૂબી, રહે કદી તો અભિમાનમાં ફૂલ્યું
છે જગ તો સ્વપ્ન પ્રભુનું, રહે માનવ ખુદ સ્વપ્નમાં ડૂબ્યું
ગજું છે ભલે એનું તો નાનું, વિરાટને પહોંચવા રહે એ તો મથતું
રહે દુનિયા સારી એ જોતું, જોવું ખુદને, સદા એ તો ભૂલતું
સદા રહે કાંઈ ને કાંઈ એ કરતું, કરવા જેવું કરવાનું એ તો ચૂકતું
હોય ભલે ડહાપણ એમાં જેટલું, રહે એ તો ઊભરાતું ને ઊભરાતું
છે પ્રભુની એ તો કૃતિ, પામવા પ્રભુને રહેતું એ તો મથતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)