1991-05-30
1991-05-30
1991-05-30
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14210
છે તારા હાથમાં તો બધું રે પ્રભુ, છે તારા હાથમાં તો બધું

શું લેવું, ને શું દેવું, છે એ તારા હાથમાં પ્રભુ, છે તારા હાથમાં બધું
શું કરવું, શું ના કરવું રે પ્રભુ, નથી તારે તો કોઈને પૂછવું પડતું
ક્યારે કરશે તું શું, ક્યારે ના કરશે તું, ના કોઈ એ તો કહી શકતું
કાજળઘેર્યા અંધકારમાં રે પ્રભુ, બિંદુ પ્રકાશનું ઊભું તો તું કરી દેતું
હર કાર્યમાં ને હર વિચારમાં રે પ્રભુ, રહે તારું બિંદુ તો ઝળહળતું
વામનમાંથી વિરાટ બનાવે રે પ્રભુ, વિરાટને પણ વામન બનાવે તું
કોઈ આવે તો અકડતું, કોઈ કરગરતું રહે, તારું ધાર્યું તો સદા થાતું
કોઈ સમજે ના સમજે તને રે પ્રભુ, તારું મન તો સહુને સમજી જાતું
કરે જ્યાં તું નિર્ણય, તારે દેવું કે ના દેવું, ના કોઈ તને અટકાવી શકતું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē tārā hāthamāṁ tō badhuṁ rē prabhu, chē tārā hāthamāṁ tō badhuṁ
śuṁ lēvuṁ, nē śuṁ dēvuṁ, chē ē tārā hāthamāṁ prabhu, chē tārā hāthamāṁ badhuṁ
śuṁ karavuṁ, śuṁ nā karavuṁ rē prabhu, nathī tārē tō kōīnē pūchavuṁ paḍatuṁ
kyārē karaśē tuṁ śuṁ, kyārē nā karaśē tuṁ, nā kōī ē tō kahī śakatuṁ
kājalaghēryā aṁdhakāramāṁ rē prabhu, biṁdu prakāśanuṁ ūbhuṁ tō tuṁ karī dētuṁ
hara kāryamāṁ nē hara vicāramāṁ rē prabhu, rahē tāruṁ biṁdu tō jhalahalatuṁ
vāmanamāṁthī virāṭa banāvē rē prabhu, virāṭanē paṇa vāmana banāvē tuṁ
kōī āvē tō akaḍatuṁ, kōī karagaratuṁ rahē, tāruṁ dhāryuṁ tō sadā thātuṁ
kōī samajē nā samajē tanē rē prabhu, tāruṁ mana tō sahunē samajī jātuṁ
karē jyāṁ tuṁ nirṇaya, tārē dēvuṁ kē nā dēvuṁ, nā kōī tanē aṭakāvī śakatuṁ
|