જોયું, જાણ્યું, અનુભવ્યું, તોય હૈયે શંકાઓ જાગી રે
કિનારે આવેલું વહાણ, કિનારેથી દૂર ખેંચાઈ ગયું રે, જીવનમાં બધું ધોવાઈ ગયું રે
સમજાયું ઘણું, માન્યું એને, તોય શંકા તો ના મટી રે - કિનારે...
હર કાર્યમાંથી હિંમત તૂટી, શંકાએ ધીરજ જ્યાં ખુટાડી રે - કિનારે...
ગઈ શ્રદ્ધા ત્યાં તો હટી, કરી ગઈ મુશ્કેલી એ તો ઊભી રે - કિનારે...
યત્નોમાં તો ત્યાં ગરમી ખૂટી, શંકાનો તાપ જ્યાં ફેલાયો રે - કિનારે...
સહનશીલતા જીવનમાં ખૂટી, નજર કાંઈ જુદું રહી ગોતતી રે - કિનારે...
સમતુલા જીવનની ગઈ હચમચાવી, કરી ગઈ તોફાન ઊભું એ તો રે - કિનારે...
શાંતિ હૈયાની ગઈ ખળભળી, અશાંતિ ઊભી એ તો કરી ગઈ રે - કિનારે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)