લૂંટાવી બેઠો, લૂંટાવી બેઠો, લૂંટાવી બેઠો, જીવનમાં ઘણું ઘણું હું લૂંટાવી બેઠો
જાળવ્યું ઘણું ઘણું મેં તો જીવનમાં, સમજાયું નહીં ક્યારે હું શું લૂંટાવી બેઠો
લૂંટી ના શક્યો જ્યાં કોઈ મને જીવનમાં, મારી જાતને ખુદ હું તો લૂંટાવી બેઠો
પ્રભુ જનમોજનમથી કરી તેં કોશિશો તેં મને લૂંટવાની, ના તું મને લૂંટી શક્યો
તારા પથ પર ચાલતાને ચાલતા પ્રભુ, જીવનમાં અધીરાઈ મને લૂંટી ગઈ
આડો ને અવળો રહ્યો ફંટાતોને ફંટાતો જીવનમાં, સમય એમાં તો મને લૂંટી ગયો
જીવનમાં ખોટાને ખોટા તરંગોમાં જ્યાં હું આગળ વધ્યો, સમજણ ત્યાં લૂંટાવી બેઠો
રહ્યો દુઃખ દર્દને જીવનભર જ્યાં ઘૂંટતોને ઘૂંટતો રહ્યો, જીવનમાંથી હાસ્ય લૂંટાવી બેઠો
વિવાદોને વિવાદોમાં જીવનને જ્યાં હું ગૂંથી બેઠો, જીવનની શાંતિ હું એમાં લૂંટાવી બેઠો
રાખ્યું હતું જાળવી દિલને જીવનમાં, મળી નજર જ્યાં તારી સાથે, દિલને હું લૂંટાવી બેઠો
પ્રભુ લૂંટનારો મળે જો તારા જેવો જીવનમાં, કરીશ ના ફરિયાદ, શું હું લૂંટાવી બેઠો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)