આવે છે જગમાં, લઈ કર્મો તો સાથે, જગ છોડવાનો કોઈનો ઇરાદો નથી
જાણે છે, સમજે છે, પડશે જાવું જગમાંથી, કોઈની એની તો તૈયારી નથી
નથી કાયમનો તો કોઈનો નિવાસ આ જગમાં, કાયમનો નિવાસ, સમજ્યા વિના રહ્યા નથી
જગ તો છે ચાર દિવસની ચાંદની, આખર સુધી મોહ એનો તો છૂટતો નથી
તોડવાં છે જ્યાં બંધન એણે, બંધનમાં બંધાયા વિના તો રહ્યા નથી
રહે મળતાં જ્યાં ફળ કર્મોનાં પોતાનાં, ફરિયાદ એની તો અટકતી નથી
પ્રેમ તો વહેંચાવા છે વેરઝેર તોડવા, બંધન પ્રેમનાં ભી છૂટતાં નથી
ડૂબે કર્મોમાં એટલા, કરે તોફાનો ઊભાં હૈયાનાં, જલદી એ શમતાં નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)