તને રે મનવા, તને બીજી બધી વાત કરવા તો સમય મળે છે
નામ પ્રભુનું તો લેવા (2) વાંધા તું કેમ કાઢે છે
સ્વાર્થની પડી છે તને તો આદત, સ્વાર્થ માટે જગમાં તું બધું કરે છે
પ્રભુમિલન છે જગમાં સ્વાર્થ તો મોટો, આ સ્વાર્થ તો તું કેમ ભૂલે છે
ધન-સંપત્તિ તો જીવનમાં જાશે લૂંટાઈ, નામ-સંપત્તિ તો વધતી રહે છે
જીવનમાં નામ-સંપત્તિ કરવા રે ભેગી, તું પાછો તો કેમ પડે છે
ધન-સંપત્તિ ના તરાવી શકે જીવન પૂરું, પ્રભુનામ તો ભવસાગર તરાવે છે
માંડી લે હિસાબ તું આ તો જીવનમાં, ભૂલ આવી તું કેમ કરે છે
હરેક જીવનમાં, કોઈ ન કોઈ ના તો કામ કરી ગયું છે
રે મનવા, તું પ્રભુનું નામ લેવા, વાંધા તો કેમ કાઢે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)