ના મનને હું તો નાથી શક્યો, ના સ્વામી એનો હું તો બની શક્યો રે
રે, જીવનમાં હું તો, એનો દાસનો દાસ તો બની ગયો
ના વૃત્તિને હું તો નાથી શક્યો, ના સ્વામી એનો હું તો બની શક્યો - રે, જીવનમાં...
ના કામને હું તો નાથી શક્યો, ના સ્વામી એનો હું તો બની શક્યો - રે, જીવનમાં...
ના દુઃખને હું તો નાથી શક્યો, ના સ્વામી એનો હું તો બની શક્યો - રે, જીવનમાં...
ના શંકાને હું તો નાથી શક્યો, ના સ્વામી એનો હું તો બની શક્યો - રે, જીવનમાં..
ના ઈર્ષ્યાને હું તો નાથી શક્યો, ના સ્વામી એનો હું તો બની શક્યો - રે, જીવનમાં..
ના આળસને હું તો નાથી શક્યો, ના સ્વામી એનો હું તો બની શક્યો - રે, જીવનમાં...
ના વેરને હું તો નાથી શક્યો, ના સ્વામી એનો હું તો બની શક્યો - રે, જીવનમાં...
ના અહંને હું તો નાથી શક્યો, ના સ્વામી એનો હું તો બની શક્યો - રે, જીવનમાં...
ના વિકારોને હું તો નાથી શક્યો, ના સ્વામી એનો હું તો બની શક્યો - રે, જીવનમાં...
જ્યાં દાસનો દાસ એનો હું તો બની ગયો, જીવનમાં રોતો ને રોતો હું તો રહ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)