હું કરું છું, હું કરું છું, કેમ આમ તું માનતો તો રહ્યો છે
જગત તો જ્યાં, સદા પ્રભુના હાથમાં તો રમી રહ્યું છે – હું…
કર્તાપણાનો ભાવ તો છે જગ જૂનો, ઇચ્છા વિના જગ સહુએ છોડવું પડ્યું છે
કરતા ને કરતા જગમાં સહુ કરતા રહ્યા છે, નિષ્ફળતા તોય શાને વરે છે
કરવું છે રાજ સહુએ તો જગ પર, જગ પર તો રાજ કોણે કર્યું છે
ચાહે છે સહુ, રહે સહુ કહ્યું એનું કરતા જગમાં, કોણ કોના કહ્યામાં રહ્યા છે
દયા ચાહનારા તો પ્રભુની, કેમ જગમાં દયાહીન તો બનતા રહ્યા છે
રાખવું છે જગથી ખૂબ છૂપું, કેમ જગમાં સહુ ઉઘાડા પડતા રહ્યા છે
ચાહે છે જગમાં સહુ હસતા તો રહેવું, આંસુ કેમ સહુનાં વહેતાં રહ્યાં છે
રહ્યા છે, રહ્યા છે માનવ સહુ કર્તા, પ્રભુને શાને પોકારતા રહ્યા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)