વિનંતી કરતો ને કરતો રહ્યો રે પ્રભુ, ઉરે તેં એ ના ધર્યું
આખર તેં તો એ જ કર્યું, તારું ધાર્યું તો તેં કર્યું
મૂંઝાયો હતો જ્યાં જીવનમાં, ત્યારે તો પ્રભુ તને તો મેં કહ્યું - આખર...
આશા હતી ઉરે તો ઘણી, કરશે આ વેળા તો મારું તો કહ્યું - આખર...
હતો ને છે, તું એક જ તો મારો, જીવનમાં એથી તને તો કહ્યું
સમજાતું નથી હજી મને રે પ્રભુ, કરતાં મારું તને તો શું નડ્યું - આખર...
હતી જરૂરિયાત મને એની તો ઝાઝી, તેથી તને તો મેં કહ્યું
સમજાયું ના, હતું શું મનમાં તો તારા, તેથી તો તેં આવું કર્યું - આખર...
છે ત્રણે કાળનો પટ ખુલ્લો તારી પાસે, તને તો એ સૂઝ્યું
હતો ઘેરાયેલો પરિસ્થિતિથી તો હું, તેથી તને તો મેં કહ્યું - આખર...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)