હજી તો એમ છે, હજી તો એમ છે, પ્રભુ હજી તો એમ છે
રચી છે સૃષ્ટિ જ્યારથી તો તેં, સૂર્ય, ચંદ્ર તો ઊગે ને આથમે છે - હજી...
જીવ તો જગતમાં આવે ને જાય છે, ના હજી એ તો અટક્યા છે - હજી...
સાગરમાં ભરતી ને ઓટ આવે છે, હજી એ તો ચાલુ ને ચાલુ છે - હજી...
હરેક હૈયું જીવનમાં, કોઈ ને કોઈનો પ્યાર તો ઝંખતું રહ્યું છે - હજી...
જગતમાં માનવ તો, પાપ ને પુણ્ય હજી તો કરતો રહ્યો છે - હજી...
આજ ભી માનવ માનવને જગતમાં તો રહેંસતો રહ્યો છે - હજી...
વિકારો ને વિકારોમાં માનવ આજ ભી જગતમાં ડૂબતો રહ્યો છે - હજી...
સુખદુઃખની છાયામાંથી માનવ આજ ભી પસાર થતો રહ્યો છે - હજી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)