કોઈ એક વાર કહેશે, કોઈ બે વાર કહેશે, કાયમ તો કોઈ કહેવાનું નથી
કોઈ એક વાર સમજાવે, કોઈ બે વાર સમજાવે, કાયમ તો કોઈ સમજાવવાનું નથી
કોઈ એક વાર માને, કોઈ બે વાર માને, કાયમ તો કોઈ માનવાનું નથી
કોઈ એક વાર ભૂલ ચલાવે, કોઈ બે વાર ચલાવે, કાયમ તો કોઈ ચલાવવાનું નથી
કોઈ એક વાર સાથ દે, કોઈ બે વાર દે, કાયમ તો કોઈ સાથ દેવાનું નથી
કોઈ એક વાર ના કહે, કોઈ બે વાર ના કહે, કાયમ તો કોઈ ના કહેવાનું નથી
કોઈ એક વાર સહન કરે, કોઈ બે વાર કરે, કાયમ તો કોઈ સહન કરવાનું નથી
કોઈ એક વાર ખોટું કહે, કોઈ બે વાર કહે, કાયમ કોઈ ખોટું તો કહેવાનું નથી
કોઈ એક વાર રડશે, કોઈ બે વાર રડશે, કાયમ કોઈ કંઈ રડવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)