ધન્ય થઈ જવાય, ધન્ય થઈ જવાય, ધન્ય થઈ જવાય
બાપા તારા આશીર્વાદની જો એક ઝલક મળી જાય
સમજાઈ નથી રાહ જીવનની સાચી, રાહ સાચી એ સમજાઈ જાય
રોમેરોમમાં, તારા નામની, આનંદની લહેરી છવાઈ જાય
શ્વાસે-શ્વાસે, તારા નામના સૂરો જો ઊઠતા જાય
અંતરના ડાઘ તો મારા, તારા નામે તો ધોવાતા જાય
હૈયામાંથી મારા-તારાના ભેદ જો, નિર્મૂળ થઈ જાય
મારા અંતરમાં, તારી હસતી છબી જો છવાઈ જાય
જીવનમાં ડગલે-ડગલે આવતી અડચણમાં, તારા બાળને સહારો મળી જાય
બાપા તેં તો સુધાર્યા અનેકને, તારો આ બાળ ભી સુધરી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)