દૂરને દૂર, રહી રહીને અમારાથી રે પ્રભુ, તડપાવ ના હવે અમને તું વધુ
રહી રહીને દૂરને દૂર, કરશો ના જગમાં, સહનશીલતાની કસોટી હવે તો વધુ
મિલાપ કાજે રહ્યાં છીએ ઝૂરી જ્યાં અમે, રહીને દૂર, મિલાપને ઠેલસો ના હવે વધુ
હાલત બ્યાન ક્યાંથી કરીએ અમે, કરીએ ભલે અમે થોડું, સમજી લેજો તમે બધું
કહેતાં વહેશે આંસુ આંખથી અમારા, કહેવા ના દેશે એમાં એ તો અમને પૂરું
કર્યું સહન ભલે અમે ઘણું ઘણું, ગણજો ના કારણ એને સહન કરાવવા માટેનું
તૂટી નથી ગયા ભલે અમે એમાં તો, તોડવાની કરશો ના કોશિશ તમે હવે વધુ
શું લઈ લીધો છે નિર્ણય તમે, તમારા ચિત્તમાં ને મનમાં, જાશું તૂટી પડશે છોડી આવવું
છે મજા છુપા રહેવાની તમને અમારાથી, રહ્યાં છો એથી દૂરને દૂર તમે વધુ
હાલત અમારી શું કહીએ તને, રાખી નથી શક્તા જીવનમાં કાંઈ તારાથી છૂપું
હવે નથી રસ્તા કોઈ પાસે અમારી, દેખાડજે રસ્તા એમાં હવે તું તો વધુ
રાહ ના જોશો, ના જોવડાવજો વધુ, હવે આવજો નજરમાં, સહન થાતું નથી હવે વધુ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)