રે જીવ તારી કાયા રે, કાયાનગરી તો કહેવાણી
નવદ્વારની તો છે એ નગરી, જગત સાથે સંબંધ રહી છે રાખી
સૃષ્ટિના સર્જનથી થઈ છે એ શરૂ, છે એવી એ પુરાણી
આવ્યો છે એને તું મેળવી, જોજે આશા મુક્તિની થાય ના ધૂળધાણી
પામ્યા છે મુક્તિ કાયામાં તો રહીને, છે એની એ તો એંધાણી
છે હાથમાં બાજી તો તારી, જોજે જાય ના છટકી, જાય ના આંખ મીંચાઈ
રહ્યો છે જન્મોજનમ આવતો, જોજે જાય આ જનમ ભી ખેંચાઈ
ઋષિમુનિઓએ એને તો જાણી, સારી દુનિયા એમાંથી એણે જાણી
રહ્યો બદલતો કાયા તો તું તારી, તુજથી નથી હવે એ તો અજાણી
વસ્યો તું એમાં, રહ્યો માનતો તું તારી, જાતો ના એનાથી તું બંધાઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)