આવશે નહીં, આવશે નહીં, જગમાં તારી સાથે તો કાંઈ આવશે નહીં
જવું છે જ્યાં, તારે તો ત્યાં, તારું મનડું ભી તારી સાથે તો આવશે નહીં
ગણ્યું ને માન્યું તનડાને તેં તારું, કાયમ એ ભી તારી સાથે આવશે નહીં
સ્વાર્થથી બંધાયા છે સહુ તો જગમાં, સ્વાર્થ વિના તો સાથે રહેશે નહીં
રહ્યું ના બાળપણ, રહેશે ના જવાની, ઘડપણ ભી સાથે રહેશે નહીં
રહ્યું ના સુખ, રહેશે ના દુઃખ, તારી સાથે તો કાંઈ આવશે નહીં
રહી છે યાદો, દગો દેતી તો તને, યાદો બધી ભી તો સાથે આવશે નહીં
પડશે જરૂર તને, કરી કર્યું તેં ભેગું, એ ભી તારી સાથે તો આવશે નહીં
નિઃસ્વાર્થની ધારા વહેશે જ્યાં હૈયામાં, એના વિના બધું કામ લાગશે નહીં
ચોંટ્યું જ્યાં ચિત્ત તારું તો પ્રભુમાં, એના વિના બીજું કામ લાગશે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)