કોઈ કોઈના કાજે દુઃખી થાતું નથી, કોઈ કોઈમાં દુઃખી થાતું નથી
થાય છે રે દુઃખી સહુ-સહુના હાથે, કોઈ કોઈને દુઃખી કરતું નથી
રમતા રહ્યા છે સહુ સ્વાર્થમાં સદાય, ના સધાતા, દુઃખ જાગ્યા વિના રહેતું નથી
અહંમાં બંધાઈ, બંધાતા રહ્યા, ઘવાતા અહં, દુઃખ જાગ્યા વિના રહેતું નથી
હૈયે સ્વાર્થ ઘૂંટતા રહ્યા, પોતાના, પારકા ગણતા રહ્યા, દુઃખનું કારણ ઊભું થયા વિના રહેવાનું નથી
આશા હૈયે જગાવતા રહ્યા, તૂટતા આશા, દુઃખ જાગ્યા વિના રહેવાનું નથી
મૂકી આંધળો વિશ્વાસ, ફસાયા જ્યાં, દુઃખ ઊભું થયા વિના રહેતું નથી
રહ્યા ફેંકતા શબ્દો આડાઅવળા, વળતા ઘા કરી ગયું, દુઃખ જાગ્યા વિના રહેતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)