હોત જો હાથમાં તમારા, છોડી અમને તમે તો જાત નહીં
હોત જો હાથમાં અમારા, તમને અમે તો જાવા દેત નહીં
રહ્યું ના હાથમાં તમારા કે અમારા, રમત મોત એવી, એ તો રમી ગયું
રહ્યા સાથે-સાથે ને સદા સાથમાં તો અમારા
આમ અચાનક છોડીને અમને તમે તો જાત નહીં - રહ્યું...
ઘડ્યા હતા જીવનમાં કંઈક એવા તો મનસૂબા
રહી ગયા તમારા ને અમારા, એ તો અધૂરા - રહ્યું...
ગયા ઊપડી, અજાણી મુસાફરીએ તમે તો એકલા
કરી ને કરવી હતી મુસાફરી સાથે, ગયા કરવા તમે તો એકલા - રહ્યું...
ન સાથે તમે તો લઈ ગયા, હાથ ખાલી ને ખાલી રહ્યા
અહીંનું બધું અમારા કાજે, તમે તો છોડી ગયા - રહ્યું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)