ખપતાં નથી માડી મને મફતમાં, લેવા છે મારે તો, એને તોલી-તોલી
છે પાસે કે માગશે એ તો જે, દઈશ તો એને, પણ લઈશ એને હું તોલી-તોલી
હશે નહીં જે, કરીશ એને તો ભેગું, ચૂકવીશ દામ એના તો જોખી-જોખી
સંબંધની સિફારિશ ખપતી નથી, લાચારીની દયા તો જોઈતી નથી
શક્તિના સંચયમાં જઈશ હું તો લાગી, વેડફીશ ના રીત અપનાવી ખોટી
દઈશ અવગુણો જીવનમાં ત્યજી, રહીશ ના ભાવમાં હું તો ખાલી
છટકવાની રીત છે એની જાણીતી, રાખીશ એને હું તો પ્રેમથી બાંધી
રીતો એની રહે ભલે બદલાતી, નજરમાં બધું લઈશ એને હું તો રાખી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)