છે જરૂર જીવનમાં જેટલી, કંઈક તો યાદ રાખવાની
છે જરૂરત જીવનમાં તો એટલી, કંઈક તો ભૂલવાની
રહીશું ક્રમ દેતા જીવનમાં જ્યાં ઊલટા, મુસીબતો, ઊભી ત્યાં તો થવાની
છે જરૂરત તો અપમાન ભૂલવાની, ના એને યાદ રાખવાની
છે જરૂરત તો જીવનમાં વેર ભૂલવાની, ના એને યાદ રાખવાની - રહીશું...
છે જરૂરત જીવનમાં ગુણો યાદ રાખવાની, ના એને તો ભૂલવાની
છે જરૂરત કર્યા ઉપકાર ભૂલવાની, છે જરૂરત અન્યના ઉપકાર યાદ રાખવાની - રહીશું...
છે જરૂર જીવનમાં સંયમોને યાદ રાખવાની, ના જીવનમાં એને તો ભૂલવાની
છે જરૂર તો પ્રભુને યાદ રાખવાની, માયાને જીવનમાં તો ભૂલવાની - રહીશું...
છે તું પ્રભુનો અંશ, એ યાદ રાખવાની, છે કાયમનો રહેવાસી જગમાં, એ ભૂલવાની
છે માલિક તું તારા મનનો, એ યાદ રાખવાની, છે ગુલામ એને, એ ભૂલવાની - રહીશું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)